દિયર સાથે ટાઇમ સ્પેંડ કરી રહી હતી આ જાણિતા અભિનેતાની પત્ની, સામે આઈ આ તસવીરો

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર પોતાની ક્લાસી લાઇફસ્ટાઇલ માટે જાણિતી છે. મીરા ભલે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન બાદ મીરા કપૂર સંપૂર્ણપણે શાહીદ કપૂરના રંગમાં રંગાઇ ગઇ છે.

મીરા જેવી જ પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરે છે તો તેના ચાહનારા લાઇક અને કોમેન્ટ કરી જોરદાર વરસાદ કરી દે છે. કંઇક આવી જ સ્થિતિ મીરા કપૂરના એક લેટેસ્ટ પોસ્ટની જોવા મળી રહી છે.

મીરા કપૂરે પોતાની આ પોસ્ટ જે ફોટા શેર કરી છે તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે દિયર ઇશાન ખટ્ટર સાથે ગુડ ટાઇમ સ્પેંડ કરી રહી હતી અને આ દરમિયાન બંનેએ એકબીજાની ખૂબ તસવીરો ક્લિક કરી છે. મીરાની આ પોસ્ટમાં તમે જોઇ શકો છો કે બંને આ દરમિયાન ખૂબ મસ્તી કરતાં જોવા મળે છે. 

મીરા હંમેશા જ કોઇને કોઇને કારણથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાના ચાહનારાઓની સાથે જોડાયેલી રહેવા માટે ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરી ફેન્સ સાથે રૂબરૂ થાય છે. 

તાજેતરમાં જ મીરાએ પોતાની નણદના લગ્નમાં ખૂબ મસ્તી કરી હતી અને આ દરમિયાન મીરા કપૂરના લુક્સની ખૂબ ચર્ચા થઇ હતી. 

શાહિદ કપૂરની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે. જે નાની સ્ટારર તેલુગુ ફિલ્મની ઓફિશિયલ હિન્દી રિમેક છે.

તેમાં મૃણાલ ઠાકુર શાહિદની સામે જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટરો બંધ થવાને કારણે અને COVID-19 ના વધતા કેસોને કારણે નિર્માતાઓએ રિલીઝને આગળ વધારવવાનું નક્કી કર્યું.

thank you