'પુષ્પા'ની શ્રીવલ્લીનો આ LOOK જોઈ ફેન્સ થયા પાગલ, નહીં જોયો હોય આ અવતાર

શ્રીવલ્લીનો રોલ નિભાવનાર રશ્મિકા મંદાનાએ લોકોના દિલો પર કબજો જમાવી લીધો છે. તેની સાદગીના ફેન્સ એવા દિવાના થયા છે તેની એક ઝલક જોવા માટે લોકો બેચેન થઈ જાય છે. આ વચ્ચે એક્ટ્રેસે કેટલીક તસવીરો શેક કરી છે જે હાલ ખુબ જ વાયરલ થઈ રહી છે.

ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ' ફિલ્મની સફળતાએ માત્ર બોક્સ ઓફિસને માલામાલ નહીં પરંતુ શ્રીવલ્લીનું ભાગ્ય પણ ચમકાવી દીધું છે. આ ફિલ્મમાં શ્રીવલ્લીનો રોલ રશ્મિકા મંદાનાએ નિભાવ્યો છે. ફિલ્મમાં શ્રીવલ્લી ભલે સીધી-સાદી દેખાડી હોય પરંતુ તે રિલય લાઈફમાં એટલી સ્ટાઈલીસ છે કે તેની એક ઝલક જોતા લોકો દિવાના થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાએ કેટલીક નવી તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરતી જોવા મળી રહી છે.

આ તસવીરને રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં એક તરફ એક્ટ્રેસ જોવા મળી રહી છે તો બીજી તરફ તેની માતા જોવા મળી રહી છે. આ તસવીરો ત્યારે ક્લિક કરવામાં આવી હતી જ્યારે રશ્મિકા તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી રહી બહતી. એક્ટ્રેસનો આ સિમ્પલ લુક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો છે.

રશ્મિકા મંદાનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. તલવીર શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું- 'વીડિયો કોલ પર માતા સાથે મુલાકાત...' આ સાથે રશ્મિકાએ તેની માતા સાથે શું વાત કરી તે પણ લખ્યું હતું. કેપ્શનમાં રશ્મિકાએ લખ્યું કે તેની માતાએ કહ્યું કે તે આજે ખુબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરમાં રશ્મિકા મંદાનાએ બ્લેક રંગની ટી-શર્ટ પહેરી છે

આ સાથે જ વાળ પણ ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપમાં જોવા મળી રહી છે

રશ્મિકાની ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકાએ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કર્યું છે. 

 બંનેની કેમેસ્ટ્રીને ફેન્સે ખુબ જ પસંદ કરી છે. મૂવીમાં રશ્મિકા મંદાનાએ સીધી સાદી શ્રીવલ્લીનો રોલ નિભાવી ફેન્સનું દિલ જીતી લીધું છે. રશ્મિકા ટુંક સમયમાં ફિલ્મ 'મિશન મજનુ'થી બોલીવુડમાં એન્ટ્રી મારશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે

thank you